ઉત્તરાયણના પર્વ દરમ્યાન અમદાવાદીઓ ઘાયલ પક્ષીઓ માટે જાગૃત થાય…
ઉત્તરાયણ દરમિયાન શહેરમાં ઘાયલ થનાર અને મોતને ભેટનાર પક્ષીઓમાં સૌથી વધારે કબૂતર હોય છે
ઉત્તરાયણના પર્વ પર પતંગબાજો પતંગ ચગાવવામાં મશગુલ હોય છે પરંતુ આ વચ્ચે આકાશમાં ઉડતા કેટલાય નિર્દોશ પક્ષીઓનો ભોગ લેવાય છે. ઉત્તરાયણનાં આ તહેવારમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદની કેટલીક સંસ્થાઓ ખડે પગે આવા ઘાયલ પક્ષીઓની સારવાર કરતી હોય છે. તેમજ ઉતરાયણ પર્વ પૂર્વે શહેરમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા ઓછી થાય તે માટે જાગૃતિના પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે. દર વર્ષ આ પર્વ પર હજારોની સંખ્યામાં પક્ષીઓ ભોગ બનતા હોય છે. આવા નિર્દોશ પક્ષીઓ ઘાયલ થાય તો તાત્કાલિક સારવાર માટે નજીકની પશુ હોસ્પિટલમાં પહોચાડવાનો પ્રયાસ કરીએ.
ઉત્તરાયણમાં મન મૂકીને પતંગ ઉડાવવાની સાથે અમદાવાદીઓમાં હવે દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવાની જાગૃતિ પણ વધી છે. એક માહિતી મુજબ ત્રણ વર્ષ પહેલાં ઘાયલ પક્ષીમાંથી ૨૪ ટકા જેટલાં પક્ષી મોતને ભેટતાં હતાં, પરંતુ સમયસર સારવાર અને જાગરૂકતાને કારણે આ પ્રમાણ ૭ ટકા જેટલું જ સીમિત બની ગયું છે.
ઉત્તરાયણ દરમિયાન શહેરમાં ઘાયલ થનાર અને મોત સુધી પહોંચનાર પક્ષીમાં સૌથી વધારે કબૂતર હોય છે. છેલ્લાં પાંચ વર્ષથી બર્ડ રેસ્કયુ કરનાર જણાવ્યા મુજબ કબૂતર ઘરેલુ પક્ષી હોવાથી એક જગ્યાથી બીજી જગ્યાએ જતાં તે દોરીમાં ઘવાય છે. ઈજાને કારણે તે શોકમાં ડૂબી જાય છે અને મોતને ભેટે છે. તેવી જ રીતે સમડી ઊંચા આકાશમાં સતત ઊડતી હોવાથી દોરીનો ભોગ બને છે. દોરી ફસાઈ જવાથી તેની પાંખો કપાઈ જવાથી સમયસર સારવાર ન મળતાં મોતને ભેટે છે.
છેલ્લાં બે વર્ષથી ઉત્તરાયણમાં વનવિભાગ અને જીવદયા, શ્રી કલ્ચરલ ફાઉન્ડેશન, જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, પારેવડા ગ્રુપ, સંવેદના બર્ડ એન્ડ એનિમલ હેલ્પલાઈન ટ્રસ્ટ, પક્ષીઓ બચાવો, વાઇલ્ડલાઇફ કેર સેન્ટર, પરમ, સજાગ, માનવસેવા સહિત પક્ષીઓની સારવાર આપતી કેટલીક સંસ્થાઓ તાત્કાલિક સારવાર માટે સેવા આપી રહ્યા છે. લોકજાગૃતિને કારણે હવે ઘાયલ પક્ષીઓને તાત્કાલીક સારવાર આપી શકવામાં ખાસ્સી સફળતા મળી રહેશે. ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેટલાક સ્વયંસેવકો ખડે પગે ઊભા રહેતા હોય છે. લોકો જાગૃત થતાં ઘાયલ પક્ષીઓને જોતાં જ હેલ્પલાઇનને નંબર જોડતા થયા છે. લોકોમાં હવે પક્ષી બચાવવા પ્રત્યે જાગૃતિ આવી છે. સંસ્થાઓ અને વન વિભાગના પ્રયત્નોને કારણે હવે અમદાવાદમા લોકજાગૃતિ આવી છે.
પક્ષીઓને બચાવવા માટે આપણે આટલું અવશ્ય કરીએ.
ઉત્તરાયણને દિવસે વહેલી સવારે અને સાંજે પતંગ ન ઉડાડવાનું ટાળો
ઘાયલ પક્ષી દેખાય કે તરત હેલ્પલાઇન ઉપર ફોન જોડો અને ઘાયલ પક્ષીને તાત્કાલિક સારવાર અપાવો
ઈજાગ્રસ્ત પક્ષીને ત્વરિત ખાવાનું અને પાણી ન આપવું.
ઈજાગ્રસ્ત પક્ષીને કપડાથી પકડી ઘા ઉપર રૂ ભરાવવું
ઘાયલ પક્ષીને બને તેટલું જલ્દી નજીકના હેલ્પસેન્ટર ઉપર પહોંચાડીની મદદ કરો.
ઉત્તરાયણ દરમ્યાન પક્ષીઓને સારવાર આપતી સંસ્થાના નંબર હાથવગા રાખો.
—————————**
ઘાયલ પક્ષીઓની સારવાર માટે કામ કરતી કેટલીક સંસ્થાઓના નામ અને એડ્રેસ નોંધી લેશો.
WON Research Foundation
વેબ ઓફ નેચર (વોન) રિસર્ચ ફાઉન્ડેશન
સપ્તક હાઉસ, શુકન મોલ પાસે,સ સાયન્સ સીટી રોડ, અમદાવાદ
મો. 92656 026925 / 91069 00740 / 76000 09845/46
( આ સંસ્થા છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. સંસ્થાના ટ્રસ્ટી ધ્રુવ પ્રજાપતિએ ગુજરાત સમાચાર સાથે વાત કરતાં જણાવ્યુ કે, અમારી સંસ્થામાં 10-12 વોલેન્ટીયર્સ સેવા આપી રહ્યા છે. હાલમાં આ ફાઉન્ડેશન સાયન્સ સીટી, સોલા રોડ, ભાડજ, શીલજ, થલતેજ. ઓગણજ અને બોપલ વિસ્તારમાં ફ્રી સેવા આપી રહ્યા છે. )
———————————–
જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ (ફ્રી સારવાર )
સરનામું: પંજરાપોલ રોડ અમદાવાદ પાંજરાપોલ કેમ્પસ પાંજરાપોલ, આંબાવાડી , અમદાવાદ , ગુજરાત 380015
ફોન: 099244 18184
————————–
કરુણા અભિયાન 2023 (ફ્રી સારવાર )
વાઇલ્ડલાઇફ કેર સેન્ટર, થલતેજ ચાર રસ્તા, ગુરુદ્વારા સામે, અમદાવાદ
મો. 76000009845
—————————-
પારેવડા ગ્રુપ (ફ્રી સારવાર )
સરનામું: રામદેવ ઇન્ડસ્ટ્રીઝ, એફએફ શક્તિ ચેમ્બર નજીક હવેલી મંદિર, ઇન્ડિયા કોલોની ક્રોસ રોડ,
ઠક્કરબાપાનગર, બાપુનગર, અમદાવાદ, ગુજરાત 380024
સાંજે 6 વાગ્યે બંધ થાય છે. ફોન: 096976 01008
———————
શ્રી કલ્ચરલ ફાઉન્ડેશન,
અમદાવાદ ઉદ્યોગ ભવન, પહેલો માળ, આશ્રમ રોડ, નટરાજ થિયેટર પાછળ,
અમદાવાદ, ગુજરાત 380009 મો. 97244 44550
———————-
સંવેદના બર્ડ એન્ડ એનિમલ હેલ્પલાઈન ટ્રસ્ટ
12, પુષ્પમ ટેનામેન્ટ, શ્રી નારાયણ ઉચ્ચતર માધ્યમિક શાળા પાસે, કે હરિકટ કેનાલ, રોડ, નરોડા, અમદાવાદ, ગુજરાત 382345
રાત્રે 8 વાગ્યે બંધ થાય છે ફોન: 070695 97171
———————
પક્ષીઓ બચાવો – અમદાવાદ
સરનામું: ઘાટલોડિયા, નિર્ણય નગર, અમદાવાદ, ગુજરાત 380061
ફોન: 089053 72857
———————
વાઇલ્ડલાઇફ કેર સેન્ટર ( અંકિતભાઈ ગઢવી)
સરનામું: સરખેજ – ગાંધીનગર બોડકદેવ, અમદાવાદ, ગુજરાત 380054
ફોન: 076000 09845
———————-
વેદના ફાઉન્ડેશન
C- 183 ભાગ 7, પાર્શ્વનાથ ટાઉનશિપ, કૃષ્ણનગર, નરોડા, અમદાવાદ, ગુજરાત 382345